VIDEO: ઇચ્છાપોર-ભીમપોર હાઇવે પર બે ટ્રેલર વચ્ચે અકસ્માત: ચાલકનો આબાદ બચાવ
સોર્સ : gstv
સુરતના ઇચ્છાપોર-ભીમપોર હાઇવે પર બે ટ્રેલર વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા ટ્રેલરે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલું ટ્રેલર તેની સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ગોઝારા અકસ્માતમાં પાછળના ટ્રેલરની કેબિનનો કચડઘાણ નીકળી ગયો હતો અને ૪૦ વર્ષીય ચાલક રાજેન્દ્ર યાદવ કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ કટર વડે કેબિન કાપીને ડ્રાઇવરને હેમખેમ બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત ચાલકને તાબડતોબ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઇચ્છાપોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

