Surat: AAP નેતાની ધરપકડ, દુકાનદારોને બદનામ કરવાની ધમકી આપી લાખોની માંગણી કરી હતી
સોર્સ : GSTV
સુરતમાં લીંબાયત વોર્ડના આપના યુવા મહામંત્રી શ્રવણ જોષી અને સંપત ચૌધરીની ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર હોવાનું જણાવી સરકારી અનાજની દુકાન પર ખંડણી માંગતા 3 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ત્રણ શખ્સો સરકારી અનાજના દુકાનદારોને કાળાબજારીના ખોટા આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને બદનામીની ધમકી આપતા હતા.તેમજ દર મહિને 50 હજાર અને એક વખત એક લાખ રૂપિયાની માંગણી કરતા હોવાનો આક્ષેપ છે.આ ઉપરાંત દુકાને આવેલા ગ્રાહકોને ઉશ્કેરી વીડિયો બનાવી સોશિયલ મીડીયા પર અપલોડ કરીને લાયસન્સ રદ કરાવી, દુકાન સીલ કરાવી દેવાની પણ ધમકી આપતા હોવાનો આક્ષેપ છે. શ્રવણ જોશીએ સાગરીત સંપત ચૌધરી મારફતે દુકાન ચાલુ રાખવા બદલ ખંડણી માંગી હોવાના આક્ષેપ છે.

