VIDEO: સુરતના કતારગામમાં નજીવી બાબતે યુવાનને પીકઅપ વાનથી શખ્સે કચડ્યો, 150 મીટર સુધી ઢસડ્યો...
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નજીવી બાબતે હત્યાની ઘટના સતત સામે આવતી રહે છે, ત્યારે આવી જ એક ઘટના સુરતના કતારગામમાંથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતના કતારગામમાં જાહેર રસ્તા પર હત્યાના બનાવના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. ગાડી સાઈડમાં કરવાની નજીવી બાબતે માથાકૂટ થયા બાદ યુવક પર પીકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી. એટલેથી પણ ન અટકતા યુવકને 150 મીટર જેટલો ઢસડવામાં આવ્યો હતો. જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
યુવાનને 150 મીટર સુધી પીકઅપ વાન ચાલકે ઢસડ્યો
મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં જીતેન્દ્ર કાંઠેરીયા નામનો યુવક પરિવાર સાથે રહે છે. ગત્રોજ કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક ગાડી લઈને ગયો હતો.
આ પણ વાંચો: પાટણ: મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, સિનિયરોઓ રેંગિગ કરતા યુવાને મોતને વ્હાલું કર્યું
યુવકનું ઘટનાસ્થળ પર જ મોત
દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેનો ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો. પહેલા બોલા ચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો. મયુર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

