VIDEO: સુરતમાં હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગનો મોટો ખુલાસો
સોર્સ : gstv
સુરતના ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સિવિલ મેડિકલ કોલેજે રિપોર્ટ VNSGUને સોંપ્યો છે. રિપોર્ટમાં હર્ષ પંડ્યા સહિત નવ રેસિડેન્ટ ડૉક્ટરો સાથે રેગિંગ થયાનો ઉલ્લેખ છે. જવાબદારો સામે સસ્પેન્શનની કાર્યવાહી, પોલીસની કામગીરી અને નિવેદનોનો પણ ઉલ્લેખ કરાયો છે. જોકે, હર્ષ પંડ્યાના આપઘાતના ચોક્કસ કારણનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. રિપોર્ટ કોન્ફિડેનશિયલ હોવાથી સંપૂર્ણ વિગતો જાહેર કરી શકાય તેમ નથી. જવાબદારોને હાજર રહેવા પોલીસે નોટિસ પાઠવી છે.

