Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 80 dilapidated apartment flats sealed

VIDEO: Suratના જર્જરિત એપાર્ટમેન્ટના 80 ફ્લેટ સીલ, રહેવાસીઓએ નોંધાવ્યો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત મનપા દ્વારા કતારગામ ઝોનમાં આજે ફરી એકવાર જર્જરિત બિલ્ડિંગ સામે કડક પગલા લેવામાં આવ્યા. કતારગામ રોડ પર આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના 80 ફ્લેટોને સીલ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા અને કતારગામ ઝોનના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી. કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં રહેવાસીઓ એકઠા થયા અને વિરોધ પણ નોંધાવ્યો. આ પહેલા પણ આ એપાર્ટમેન્ટમાં સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ રહેવાસીઓએ બિલ્ડિંગનું રીપેરિંગ કરાવ્યું હતું અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કર્યો હતો. છતાં હવે ફરીથી મનપા દ્વારા એ જ બિલ્ડિંગને અનફિટ જાહેર કરી સીલિંગ પ્રક્રિયા કરવામાં આવી છે.

App Store
ટોપિક્સ:suratbuildingapartment