Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 15 people stormed the society with swords, beat up residents

VIDEO: Suratમાં અસામાજિક તત્વો બેફામ; ચપ્પુ-તલવારો સાથે સોસાયટીમાં ધસી આવેલા 15 શખ્સોએ રહીશોને ફટકાર્યા, વાહનોમાં કરી તોડફોડ

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્માર્ટ સિટી સુરતમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ આતંક મચાવવાની ઘટના સામે આવી છે. શહેરના માનદરવાજા વિસ્તારમાં આવેલી રેલ રાહત કોલોનીમાં મોડી રાત્રે હથિયારો સાથે ધસી આવેલા 15થી વધુ શખ્સોએ ભયનું વાતાવરણ ઉભું કરી અનેક વાહનોમાં તોડફોડ કરી હતી.

App Store

મળતી માહિતી મુજબ, 15થી વધુ અસામાજિક તત્વો હાથમાં ચપ્પુ અને તલવારો જેવા ઘાતક હથિયારો લઈને રેલ રાહત કોલોનીમાં પ્રવેશ્યા હતા. આ ટોળકીએ સોસાયટીમાં હાજર લોકોને નિશાન બનાવી તેમને માર મારવાનું શરૂ કર્યું હતું. અચાનક થયેલા આ હુમલા અને આતંકને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર તપાસ અર્થે કબજે કર્યા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે પોલીસ તપાસ કરીને ગઈ તેના થોડા જ સમય બાદ, આ અસામાજિક તત્વો ફરીથી તલવારો સાથે વિસ્તારમાં ત્રાટક્યા હતા. જાણે પોલીસનો કોઈ જ ખોફ ન હોય તેમ તેમણે સ્થાનિકોને ગાળો આપી ધમકાવ્યા હતા.

બીજી વખત ત્રાટકેલી આ ટોળકીએ રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ શરૂ કરી હતી. જેમાં મોપેડ, બાઈક, ટેમ્પો અને રિક્ષા સહિતના અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.