VIDEO: ગુજરાત સરકાર દ્વારા એક વર્ષમાં 15 ગૌહત્યારાઓને 7 વર્ષથી આજીવન કેદની સજા અપાવાઈ
સોર્સ : gstv
સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત અશોક સિંઘલના જન્મશતાબ્દી સામાજિક સેમિનારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહ્યા..જ્યાં તેમણ સંબોધનમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગૌરક્ષણ ક્ષેત્રે નેતૃત્વ લઈને કડક કાનૂન બનાવ્યો હતો. જેના પરિણામે ગૌહત્યારાઓને પકડીને આ પ્રવૃત્તિ અટકાવવામાં મોટી સફળતા મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર ગૌહત્યારાઓને પકડવા એ અંતિમ લક્ષ્ય નથી, પરંતુ તેમને કડકમાં કડક સજા અપાવવી એટલી જ જરૂરી છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યની અલગ અલગ કોર્ટો દ્વારા કડક નિર્ણયો લઈને 15 જેટલા ગૌહત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ગૌહત્યા રોકવા માટે રાજ્ય સરકાર સંગઠિત થઈને વધુ મજબૂતાઈથી કામ કરતી રહેશે.

