Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 1201 roads including 26 state highways, 15 dams on high alert, Megharaja's raudra form in South Gujarat

VIDEO: 26 સ્ટેટ હાઇવે સહિત 1201 રસ્તા ઠપ્પ, 15 ડેમ હાઇ ઍલર્ટ પર, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં ચોમાસાએ આક્રમક રૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, 23 જુલાઈએ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા એટલે કે 12 કલાકમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ચીખલી અને ખેરગામમાં 16-16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં અત્યારસુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 35.92 ટકા થયો છે. જેમાં એકલા દક્ષિણ ગુજરાત ઝોનમાં જ સિઝનનો 62.07 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.

App Store

વલસાડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

વલસાડ, નવસારી સહિતના જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નવસારી અને વલસાડ પર આકાશી આફત છવાઈ છે. વલસાડના ઉમરગામમાં આભ ફાટતા 24 કલાકમાં 35.67 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય કાપરાડામાં 28 ઇંચ, નાનાપોંઢામાં 25 ઇંચ, ધરમપુરમાં 19 ઇંચ અને પારડીમાં 17 ઇંચ વરસાદથી સમગ્ર જિલ્લો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આજે(23 જુલાઈ) સવારથી પણ વરસતા વરસાદથી નવસારીના ખેરગામમાં 16 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 15 ઇંચથી વરસાદ ખાબક્યો છે.

1000730238.jpg

3700થી વધુ લોકોનું રેસ્ક્યૂ

અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી મોટા પાયે સ્થળાંતર હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 9,929 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા 3,745 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

1000730240.jpg

1201 રસ્તા ઠપ્પ

પૂરના લીધે વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે. માર્ગ અને મકાન વિભાગ હેઠળના 26 સ્ટેટ હાઇવે, 56 અન્ય રસ્તાઓ અને 1108 પંચાયત હાઇવે મળી કુલ 1201 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદના કારણે એસ.ટી. બસના શેડ્યૂલ પણ રદ કરવાની ફરજ પડી છે.

15 ડેમ હાઇ ઍલર્ટ પર

ધોધમાર વરસાદ વરસતા રાજ્યના જળાશયોમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમ 67.94 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 43.14 ટકા જળસંગ્રહ થયો છે. જેમાં 10 ડેમ 100 ટકા ભરાઈ જતાં સંપૂર્ણ છલકાયા છે, જ્યારે 15 ડેમ માટે 'હાઇ ઍલર્ટ', 4 ડેમ માટે 'ઍલર્ટ' અને 13 ડેમ માટે 'વોર્નિંગ' જાહેર કરવામાં આવી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News