VIDEO: હિંમતનગર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની થઈ સત્તાવાર જાહેરાત
સોર્સ : gstv
સાબરકાંઠાની હિંમતનગર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ભાજપે પાલિકાની પ્રમુખ પદની ઓબીસી અનામત બેઠક પર અરુણાબેન કડિયાના નામની વરણી કરી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ગોપાલસિંહ રાઠોડ અને કારોબારી ચેરમેન પદે રાહુલ પટેલની વરણી કરવામાં આવી છે.
આ સાથે જ સંગઠનને મજબૂત રાખવા શાસક પક્ષના નેતા તરીકે શશિકાન્ત સોલંકી અને દંડક તરીકે રાજેન્દ્ર શર્માની નિમણૂક કરવામાં આવી છે. નવા પદાધિકારીઓની વરણી થતાં જ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

