VIDEO/ સાબરકાંઠા ઇલેક્શન અપડેટ: ૨૦૪ બેઠકો પર આવતીકાલે મતદાન, વહીવટી તંત્ર દ્વારા આખરી તૈયારીઓને અપાયો ઓપ
સોર્સ : GSTV
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજે આઠ તાલુકા મથકો પરથી મતદાન સામગ્રીના ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.જિલ્લા પંચાયતની 34 અને તાલુકા પંચાયતની 170 બેઠકો માટે મતદાન યોજાશે. આ ઉપરાંત હિંમતનગર, ઇડર અને વડાલી નગરપાલિકામાં પણ ચૂંટણીનો જંગ જામશે. કુલ 1347 મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે 12 હજારથી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

