Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : BJP candidate from Sabarkantha's Chitaria seat dies after illness

Sabarkanthaની ચીતરીયા બેઠકના BJP ઉમેદવારનું બીમારી બાદ અવસાન, ચૂંટણી મોકૂફ રહેવાની સંભાવના

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Sabarkanthaની ચીતરીયા બેઠકના BJP ઉમેદવારનું બીમારી બાદ અવસાન, ચૂંટણી મોકૂફ રહેવાની સંભાવના
સોર્સ : GSTV

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચૂંટણીના જંગમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પરથી પ્રબળ દાવેદાર અને ભાજપના મજબૂત મહિલા આગેવાન લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાનું અચાનક બીમારી બાદ અવસાન થયું છે. ચૂંટણીના જાહેરનામાથી લઈને મતદાન સુધીની પ્રક્રિયા અત્યંત વેગમાં છે. આ દરમિયાન ઉમેદવારના અવસાનથી વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠકની ચૂંટણી મોકૂફ રહેવાની સંભાવના વર્તાઈ રહી છે.

App Store

ગંભીર બીમારીને કારણે તબિયત લથડી હતી

પ્રાપ્ત વિગતો મુજબ, ગત 15 એપ્રિલ, 2026ની સાંજે લીનાબેન નિનામાની તબિયત અચાનક લથડી હતી. ગંભીર બીમારીના કારણે તેમને તાત્કાલિક ભિલોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતુ. લીનાબેન આ વિસ્તારના  મજબૂત મહિલા આગેવાન હતા અને ભાજપે તેમને ચીતરીયા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા.

શું ચીતરીયા બેઠકની ચૂંટણી મોકૂફ રહેશે?

આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન છે. તેવામાં વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પર ઉમેદવારના અવસાનના કારણે ચૂંટણી મોકૂફ રહેવાની સંભાવના છે. 

ચૂંટણીનું શિડ્યુલ

મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026

મતગણતરી: 28 એપ્રિલ, 2026