Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Vadali police seizes quantity of banned Chinese rope, one person detained

Sabarkantha/ વડાલી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો, એક શખ્સની અટકાયત

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sabarkantha/ વડાલી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો, એક શખ્સની અટકાયત
સોર્સ : gstv

ઉતરાયણ પર્વ નજીક આવતા જ સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી ઘાતક ચાઈનીઝ દોરીનું વેચાણ અને હેરાફેરી અટકાવવા પોલીસ એક્શન મોડમાં આવી છે. સાબરકાંઠા જિલ્લાની વડાલી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો છે.

App Store

મોટર સાઈકલ પર થતી હતી હેરાફેરી

મળતી માહિતી મુજબ, વડાલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ પોતાની મોટર સાઈકલ પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને વડાલીથી ભવાનગઢ તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ બાઇક સવારને અટકાવ્યો હતો. તલાશી લેતા તેની પાસેથી ચાઈનીઝ દોરીની રીલ (ફિરકીઓ) મળી આવી હતી.

મુદ્દામાલ જપ્ત અને કાયદેસરની કાર્યવાહી

પોલીસે આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 6,000ની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે પ્રતિબંધિત દોરી સાથે શખ્સની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, નામદાર હાઈકોર્ટ અને સરકાર દ્વારા માનવ જિંદગી અને પક્ષીઓ માટે જોખમી એવી ચાઈનીઝ દોરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ?

આ સમગ્ર કાર્યવાહીમાં એક આશ્ચર્યજનક વિગત સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે જે શખ્સને ઝડપ્યો છે તે મોટર સાઈકલ પર જથ્થો લઈને જતો હતો, પરંતુ પોલીસ ફરિયાદમાં મોટર સાઈકલનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ બાબત પોલીસની તપાસ અને એફઆઈઆર (FIR) ની નોંધણી સામે ચર્ચા જગાવી રહી છે.

તપાસનો ધમધમાટ

હાલમાં વડાલી પોલીસે ગુનો નોંધીને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને વેચવાનો હતો તે દિશામાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

 

ટોપિક્સ:sabarkanthavadalichinese thread