Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Anger against the school principal in the remote area of ​​Sabarkantha

Sabarkantha news: સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં શાળાના આચાર્ય સામે રોષ

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sabarkantha news: સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં શાળાના આચાર્ય સામે રોષ
સોર્સ : GSTV

Sabarkantha news: સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા પોશીના તાલુકાના ચંદ્રાણા વિસ્તારની  પી.એમ શ્રી એકલવ્ય મોડલ રેસિડેશિયલ સ્કૂલમાં ઉઠેલો વિવાદ સામે આવ્યો છે. જેમાં શાળાના આચાર્ય સામે રોષ ભભૂકી ઉઠયો છે. આ એકલવ્ય મોડલ રેસિડેશિયલ સ્કૂલમાં અભ્યાસ કરનાર વિધાર્થીઓને હેરાન પરેશાન કરાતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વાલીઓ સહિત શાળાના શિક્ષકો સાથે આચાર્ય અશોભનીય વર્તન કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સાથે અશોભનીય વર્તન સામે બાળકોએ જાહેરમાં હલ્લાબોલ કર્યું હતું. 

App Store

સાબરકાંઠા જિલ્લાની અંતરિયાળ વિસ્તારમાં એકલવ્ય મોડલ રેસિડેશિયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આચાર્ય સામે સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવી રહ્યા છે. આ શાળાના સુખદેવસિંહ જાડેજા નામના આચાર્ય સામે બાળકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. આદિવાસી સમાજના વિધાર્થીઓ સાથે અશોભનીય વર્તનના આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત વાલીઓ સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ આચાર્ય સામે રોષ ફેલાયો છે. જેથી વાલીઓ સહિતના આગેવાનોએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી આ આચાર્ય સામે કાર્યવાહીની માંગ ઉઠાવી છે.

 

 .