VIDEO: પોલો ફોરેસ્ટ પાસેના તળાવમાં ડૂબ્યા મોડાસાના બે યુવાનો
સોર્સ : gstv
સાબરકાંઠાના પ્રખ્યાત પ્રવાસી સ્થળ પોલો ફોરેસ્ટ પાસેના જળાશયમાં નહાવા પડેલા બે યુવકો ડૂબી ગયા છે...મોડાસાના ટીંટોઈ ગામના યુવકો મિત્રો સાથે ચોમાસાની મજા માણવા આવ્યા હતા..જોકે તેમાંથી બે યુવકો જળાશયમાં નહાવા ઉતર્યા હતા, જ્યાં પાણીના જોખમી પ્રવાહમાં બંને ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઈડર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈડર ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે ડૂબી ગયેલા અન્ય બીજા યુવકના મૃતદેહની શોધખોળ ચાલુ છે. આ કરુણ ઘટનાને પગલે ટીંટોઈ ગામમાં ભારે અરેરાટી અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

