Himmatnagarમાં શાળાથી ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીનું અપહરણ, વાલીમાં ચિંતાનો માહોલ

સોર્સ : GSTV
હિંમતનગર મોતીપુરા નજીકથી શાળાથી ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીના અપહરણની ઘટના સામે આવી છે. અપહ્યુતના પિતાએ હિંમતનગર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સગીરના અપહરણનું કારણ અકબંધ
સાબરકાંઠાના હિંમતનગર મોતીપુરા નજીકથી ધોરણ 9ના વિદ્યાર્થીના અપહરણની ઘટના સામે આવી છે. 14 વર્ષીય સગીર શાળાથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે અજાણ્યા વ્યક્તિઓએ તેને અપહરણ કરતા પરિવારમાં ચિંતાનો માહોલ છે અને પિતાએ હિંમતનગર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સર્વેલન્સ અને અલગ ટીમો બનાવી સગીરની શોધખોળ શરૂ કરી છે. જો કે સગીરના અપહરણ પાછળનું કારણ હજુ અકબંધ છે પણ આ અપહરણની ઘટનાને પગલે શાળામાં જતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

