VIDEO: સખી મંડળની મહિલાઓ દ્વારા ગણેશજીની ખાસ ઈકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ તૈયાર
ગણેશ ચતુર્થીના પવન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પર્યાવરણના જતન અને જળ પ્રદૂષણને અટકાવવાના હેતુથી સખી મંડળની મહિલાઓ દ્વારા ખાસ ઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. ગણેશોત્સવના ત્રણ મહિના અગાઉથી જ આ મહિલાઓ મૂર્તિઓ બનાવવાની કામગીરીમાં જોતરાઈ જતી હોય છે, સાથેજ તાલુકા પંચાયત કચેરીના ગ્રામ વિકાસ શાખાના ક્લસ્ટર કો-ઓર્ડીનેટર થકી આ મહિલાઓને આર્થિક પગપર બનાવવા માટેના પ્રયાસ ને ઈડરના કુકડીયા ની મહિલાઓએ સાર્થક કર્યું છે...મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી છે. ક્લસ્ટર કોઓર્ડિનેટર અને સંબંધિત કર્મચારીઓ દ્વારા મહિલાઓને મૂર્તિ બનાવવા અને તેને આકર્ષકરૂપ આપવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. અહીં એક ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીની સુહામણી અને મનમોહક મૂર્તિઓ માટીમાંથી આકાર લે છે.

