Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Smugglers raid Jain temple in Sabarkantha

સાબરકાંઠામાં જૈન મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, પંચધાતુની મૂર્તિઓ સહિતની વસ્તુઓની ચોરી

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2024
લાઇવ ટીવીGoogle News
સાબરકાંઠામાં જૈન મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, પંચધાતુની મૂર્તિઓ સહિતની વસ્તુઓની ચોરી

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. પોલીસનો કોઈને ડર જ નથી રહ્યો. ઘરની સાથે હવે મંદિરો પણ સલામત નથી. ચોરોએ ચોરી કરવા હવે મંદિરોને પણ નિશાન બનાવ્યા છે. સાબરકાંઠામાં પોશીના તાલુકાના લાંબડીયાના જૈન મંદિરમાં ચોરીની ઘટના બની છે. રાત્રિના સમયે તસ્કરોએ જૈન દેરાસરના દરવાજાનું તાળું તોડી ચોરી કરી હતી.

App Store

આ પણ વાંચોઃ વલસાડ: પારડીમાં કોલેજીયન યુવતીના દુષ્કર્મ અને હત્યાનો મામલો, આરોપી વાપી રેલ્વે સ્ટેશનથી ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા લાંબડિયાના જૈન મંદિરમાં ચોરોએ ચોરીને અંજામ આપતા મંદિરમાંથી પંચ ધાતુની ત્રણ મૂર્તિઓ તથા અષ્ટમંડળની પાટલી ઉઠાવી ગયા છે. આ સિવાય ભંડારામાં મૂકેલી રોકડ રકમની પણ ચોરી કરી છે. આ ચોરીની જાણ ખેરોજ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.