Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Severe negligence of Himmatnagar Municipality: Fear of epidemic discharging contaminated sewage water into Hastamati Canal

VIDEO: હિંમતનગર નગરપાલિકાની ગંભીર બેદરકારી: ગટરનું દૂષિત પાણી હાથમતી કેનાલમાં છોડાતા રોગચાળાનો ભય

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હિંમતનગર નગરપાલિકા દ્વારા નીતિ-નિયમોને તાક પર મૂકીને ગટર લાઇનનું દૂષિત પાણી પંપ દ્વારા બહાર કાઢીને વરસાદી પાણીની લાઇન મારફતે હાથમતી કેનાલમાં છોડવામાં આવ્યું છે. પ્રમુખના વિસ્તારમાં જ ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાતા આ પગલું ભરવામાં આવ્યું છે....આ ગંભીર બેદરકારી સામે કોંગ્રેસે પાલિકામાં ઉગ્ર દેખાવો કરી હલ્લાબોલ કર્યો હતો. વિપક્ષી નેતા ઇમરાન બાદશાહે આક્ષેપ કર્યો હતો કે સફાઈ માટે વગાસીયા એજન્સીને દર મહિને દસ લાખ રૂપિયા ચૂકવા છતાં કોઈ કામગીરી થતી નથી. બીજી તરફ પ્રદૂષણ બોર્ડ અને સિંચાઈ વિભાગ પણ આંખમિમણા કરી રહ્યા છે, જેના કારણે આગામી સમયમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.

App Store