VIDEO: હિંમતનગર-ઈડર હાઈવે પરથી ૧ માસની નવજાત બાળકીનો સોદો કરતા ૫ તસ્કરો ઝડપાયા
સોર્સ : gstv
સાબરકાંઠાના હિંમતનગર-ઈડર હાઈવે પરથી બાળ તસ્કરીનું એક અત્યંત ચોંકાવનારું અને શરમજનક કૌભાંડ સામે આવ્યું છે. સાબરકાંઠા AHTU ટીમે બાતમીના આધારે રાજપુર ગામના પાટિયા પાસે એક ઈકો ગાડીને ઘેરીને તપાસ કરતા માત્ર ૧ માસની નવજાત બાળકી મળી આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે બબીબેન અને પોપટભાઈ નામના દંપતીએ પોતાના જ ભાઈની માસુમ દીકરીને ૧.૫૦ લાખ રૂપિયામાં મુંબઈ વેચવાનો કારસો રચ્યો હતો. પોલીસે દરોડો પાડી દેવીલાલ ગમાર સહિત ૫ આરોપીઓની ધરપકડ કરી છે અને કોર્ટે તેમના ૧૧ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બાળકીને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલના NICUમાં રાખવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ અગાઉ પણ ૧૨ જેટલા બાળકોની તસ્કરી કરી હોવાનો વિસ્ફોટક ખુલાસો થયો છે.

