VIDEO: હિંમતનગર નગરપાલિકામાં DRDA દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલી ઉમા એન્ટરપ્રાઇઝને ટેન્ડર અપાતા સર્જાયા ગંભીર વિવાદો અને સવાલો
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકામાં DRDA દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલી ઉમા એન્ટરપ્રાઇઝને સિક્યુરિટી અને મેનપાવરનું ટેન્ડર અપાતા ગંભીર સવાલો ઊભા થયા છે. આગામી સમય માટે 1 ઓગસ્ટથી એજન્સીને પાલિકામાં કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ એજન્સી દ્વારા રજૂ કરાયેલા સિક્યુરિટી ડિપોઝિટના ડોક્યુમેન્ટ અને ગાંધીનગરની યશ બેંકની સિક્યુરિટી ગેરંટી સાચી કે બોગસ તે અંગે મોટો પ્રશ્ન સર્જાયો છે. DRDA શાખામાં બેંકે ડિપોઝિટ ઇશ્યૂ ન કરતા ફરિયાદ પણ થઈ ચૂકી છે. આ સિવાય 250થી વધુ મેનપાવરના ટેન્ડરમાં ચીફ ઓફિસર 150 અને વિપક્ષ 250 કર્મચારીઓના ઓર્ડરનો દાવો કરી રહ્યા છે, જેથી બંનેના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. અગાઉ ત્રણ વર્ષ કામ કરી ચૂકેલી આ એજન્સીની મુશ્કેલીઓ હવે વધી રહી છે.

