Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Sensation process begins to determine office bearers after elections in Sabarkantha

VIDEO: સાબરકાંઠામાં ચૂંટણી બાદ હોદ્દેદારો નક્કી કરવા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, ટૂંક સમયમાં થશે જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારો નક્કી કરવા માટે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા જિલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયતો અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા તથા કારોબારી અધ્યક્ષ જેવા મહત્વના હોદ્દાઓ માટે ચૂંટાયેલા સદસ્યોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે.

App Store

નોંધનીય છે કે, પ્રથમ અઢી વર્ષની મુદત માટે આ સંસ્થાઓમાં પ્રમુખ પદ મહિલાઓ માટે અનામત છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ અને જિલ્લા સમિતિ દ્વારા નામો પર મહોર મારવામાં આવશે અને આગામી દિવસોમાં યોજાનારી સામાન્ય સભામાં સર્વસંમતિથી નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.