VIDEO: સાબરકાંઠા: ગીરીમાળાઓના વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટની કમિટી ઇડર પહોંચી, સ્થાનિકો અને અધિકારીઓ સાથે બેઠક
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાં ગીરીમાળાઓ અને ખનન પ્રક્રિયાના વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ખાસ કમિટી ઇડર પહોંચી છે. આ કમિટી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા ખનન વિસ્તારોના સ્થળોની પ્રત્યક્ષ સમીક્ષા કરશે. ઈડર પહોંચેલી આ કમિટીએ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ અન્ય વહીવટી અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન કમિટી દ્વારા ખનનની મંજૂરીઓ, વૃક્ષારોપણ, સ્થાનિક પંચાયત તથા નગરપાલિકાને મળતા ફંડ સહિતના વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પૂછપરછ અને ચર્ચા કરવામાં આવી હતી. કમિટી દ્વારા સમગ્ર મામલે સ્થળ તપાસ કરી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જેને બાદમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

