VIDEO: સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા ખેડબ્રહ્માના અંબાજી મંદિરે ભક્તિભાવપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી ધજારોહણ કરાયું
સોર્સ : gstv
સાબરકાંઠા પોલીસ પરિવારે ખેડબ્રહ્મા ખાતે આવેલા અંબાજી મંદિરે ખૂબ જ ભક્તિભાવપૂર્વક ધજારોહણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ગાંધીનગર રેન્જ આઈ.જી. વીરેન્દ્રસિંગ યાદવ, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ તેમજ LCB પી.આઈ. ધવલ સાકરીયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓ અને જવાનોએ મા અંબાના ચરણોમાં નતમસ્તક થઈ શિશ નમાવ્યું હતું. પોલીસ પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મંદિરે ધજા ચડાવી દર્શનનો લ્હાવો લેવામાં આવ્યો હતો. આ તકે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતીની વ્યવસ્થા સતત જળવાઈ રહે તેવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.

