VIDEO: સાબરકાંઠા: અરવલ્લી ગિરિમાળા બચાવવા સુપ્રીમ કોર્ટની કમિટી ઇડર બાદ હિંમતનગરમાં સક્રિય, બેઠક યોજાઈ
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી ગિરિમાળાની ઐતિહાસિક ધરોહરને બચાવવા અને ખનન પ્રક્રિયાના વિવાદને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી વિશેષ કમિટી બે દિવસીય નિરીક્ષણ માટે સાબરકાંઠા પહોંચી છે. ઇડર બાદ આજે હિંમતનગરમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ સહિત વિરોધ કરનારાઓએ ગિરિમાળામાં ખનન મંજૂરીઓ ન આપવા માટે ઉગ્ર રજૂઆતો કરી હતી. આ અગાઉ આ ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે અનેક મોટા આંદોલનો પણ થઈ ચૂક્યા છે. કમિટી દ્વારા સમગ્ર વિસ્તારની સ્થળ સ્થિતિની સમીક્ષા કરી સ્થાનિકોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે, જેના આધારે એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે.

