Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Rainfall in Idar, Wadali and Himmatnagar districts of Sabarkantha brings new life to agriculturists

VIDEO: સાબરકાંઠાના ઈડર, વડાલી અને હિંમતનગર પંથકમાં વરસાદી પલટો, ખેતીપાકોને મળ્યું નવજીવન

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાના ઈડર, વડાલી અને હિંમતનગર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. આ ઝરમર વરસાદને કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ભારે ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. હાલમાં મગફળી અને કપાસ સહિતના ખેતીપાકોને ભારે વરસાદની ખાસ જરૂરિયાત છે, ત્યારે આ સામાન્ય વરસાદથી પાકોને થોડુંઘણું નવજીવન મળ્યું છે. જોકે, જિલ્લાના ધરતીપુત્રો અને ખેડૂતો પાકોના સારા વિકાસ માટે લાંબા સમયથી સારો એવો ભારે વરસાદ ઝંખી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી ખેડૂતોની નજર આકાશ તરફ છે.

App Store