VIDEO: પ્રાંતિજ રેલવે ટ્રેક અજાણ્યા યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
સોર્સ : gstv
સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલા જેશંગપુરા નજીક રેલવે ટ્રેક પાસેથી અંદાજે 45 વર્ષીય અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસ અનુસાર, આ યુવક ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જવાથી ગંભીર ઈજાઓ પામ્યો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે તેના માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવીને ઓળખ સુનિશ્ચિત કરવાની તજવીજ હાથ ધરી છે. મૃતકની લાશને વધુ પેાસ્ટમોર્ટમ અને આગળની કાનૂની કાર્યવાહી અર્થે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

