Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : New broad gauge line to be started between Himatnagar- Khedbrahma

Sabarkantha: હિંમતનગર-ખેડબ્રહ્મા વચ્ચે શરુ થશે નવી બ્રોડગેજ લાઈન, 120 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે યોજાશે સ્પીડ ટ્રાયલ

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સાબરકાંઠાના હિંમતનગરમાં નવી બ્રોડગેજ લાઈનનું  CRS નિરીક્ષણ 12થી 14 ઓગસ્ટે યોજાશે. પરીક્ષણ માટે ડીઝલ લોકોમોટિવ અને ફિટ કોચીસ ઉપયોગમાં લેવામાં આવશે. ખેડબ્રહ્માથી હિંમતનગર વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ પણ યોજાશે. સલામતી અને માપદંડો ચકાસવા માટે તમામ ઉચ્ચ અધિકારીઓ જેમાં  DRM/ADI, CAO/C/ADI અને વિવિધ વિભાગના બ્રાન્ચ ઓફિસરો હાજર રહેશે. સાથે જ 6 મોટર ટ્રોલી, OMS-2000 ઉપકરણ, માપદંડો માટેની ટીમ અને તમામ ટેસ્ટિંગ સાધનો તથા સુરક્ષા ઉપકરણો તૈયાર રાખવા સૂચના અપાઈ છે. આના સફળ નિરીક્ષણ બાદ હિંમતનગર ખેડબ્રહ્મા વચ્ચેના મુસાફરો માટે નવી બ્રોડગેજ સેવા જલ્દી શરૂ થવાની શક્યતા વધશે. 

App Store