ગોધરા તાલુકા સેવાસદનમાં ફાયર સેફ્ટીના સાધનો એકસપાયરી ડેટ, જાગૃત અરજદારે જીએસટીવીને કરી જાણ
સોર્સ : GSTV
પંચમહાલના ગોધરા તાલુકા સેવાસદન ખાતે દિવા તળે અંધારા જેવી સ્થિતિ છે. અહીં ત્રણ માળની ગોધરા તાલુકા સેવાસદનની બિલ્ડિંગમાં ફાયરના સાધનો એક્સપાયરી ડેટ જોવા મળ્યા છે. ત્યારે આ મુદ્દે જાગૃત અરજદારે જીએસટીવીને જાણ કરી હતી. અરજદારોના ધ્યાને આવે છે કે ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન છે પણ જવાબદાર અધિકારીઓને આ વાત ધ્યાને આવતી નથી. ત્યારે ગોધરા તાલુકા સેવાસદનમાં આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ સર્જાશે. હાલ તો ગોધરા તાલુકા સેવાસદનમાં ફાયર સેફ્ટીના સાધનોને લઈને અનેક સવાલો ઉઠ્યા છે.

