VIDEO: મહેસાણાના તારંગામાં આવ્યો મહાકાય અજગર, જુઓ દિલધડક રેસ્ક્યું
સોર્સ : gstv
ગુજરાતના મહેસાણા તાલુકાના તારંગા ગામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સીમના ખેતરમાં વિશાળકાય અજગર ફરતો જોવા મળ્યો હતો. ખેતરમાં અચાનક અજગર આવી જતાં ખેડૂત સહિત ગ્રામજનો પણ ચિંતિત થયા હતા.
ખેડૂતે તાત્કાલિક વનવિભાગને જાણ કરી
ખેડૂતે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગ અને મહેસાણાની સદભાવનના ફાઉન્ડેશનની ટીમ ખેતરમાં પહોંચી હતી. મહાકાય અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ અજગર શ્વાનનું મારણ કરીને ખેતરમાં આરામ કરી રહ્યો હતો.
શ્વાનનું મારણ કર્યા બાદ અજગરનું વજન પણ વધી ગયું
શ્વાનનું મારણ કર્યા બાદ અજગરનું વજન પણ વધી ગયું હતું. વિશાળકાય અજગરને પકડવા અને તેનું રેસ્ક્યુ કરવા માં સર્પ પ્રેમીઓ માં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. અજગરનું રેસ્ક્યું કરીને તારણ ધારણ માતાના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.

