VIDEO: સાબરકાંઠાના ઇડરમાં કાપડ વિના માત્ર સૂકા ઘાસચારામાંથી બનાવેલો ગણેશજીનો ઇકો-ફ્રેન્ડલી મંડપ બન્યો આકર્ષણનું કેન્દ્ર
સોર્સ : gstv
સાબરકાંઠાના ઇડરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘા મંગલ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે, જે સમગ્ર પંથકમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વર્ષે મંડળ દ્વારા એકપણ ઇંચ કાપડના ઉપયોગ વિના માત્ર સૂકા ઘાસચારામાંથી દાદાનો સમગ્ર મંડપ અને ડેકોરેશન તૈયાર કરીને એક અનોખું સર્જનાત્મક તથા ઇકો-ફ્રેન્ડલી આયોજન કરવામાં આવ્યું છે. આ અદ્ભુત પંડાલમાં દર્શનાર્થીઓ માટે કૃત્રિમ સ્વિમિંગ પૂલ અને કૃત્રિમ ડુંગર જેવા વિશેષ આકર્ષણો ઊભા કરાયા છે. ગણેશજીની મનોહર પ્રતિમા અને અનોખી સજાવટ જોઈ દર્શનાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કલાત્મક આયોજન કરતા આ મંડળનો આ અનોખો ક્રેઝ હાલ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

