Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Jignesh Mevani's statement angers the police, police family takes out rally to protest

Sabarkantha: જીગ્નેશ મેવાણીના નિવેદનથી પોલીસમાં રોષ, પોલીસ પરિવારે રેલી કાઢી વિરોધ કર્યો

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ પરના નિવેદનને લઈને આજે હિંમતનગર ખાતે પોલીસ પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જીગ્નેશ મેવાણીએ થોડા દિવસ પહેલા પોલીસના પટ્ટાઓ ઉતારવાની વાત કરી હતી ત્યારે આ સમગ્ર મામલે આજે હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પોલીસ પરિવારે એક રેલી કાઢી હતી અને આ નિવેદનનો વિરોધ કર્યો હતો. 

App Store

નોંધનીય છે કે, થરાદ વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા અને ડ્રગ્સને રોકવામાં પોલીસ સરેઆમ નિષ્ફળ ગઈ છે, ત્યારે આમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જે બાદ જીગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે પટ્ટા ઉતારવાની વાત કરી હતી. ત્યારે હવે આ જ મુદ્દે તેમનો વિરોધ થઈ રહ્યો છે જોકે બનાસકાંઠા હોય કે સાબરકાંઠા પોલીસ પોતાનું કામ પ્રમાણિકતાથી કરે અને દારૂ જુગાર સહિતના બંધ કરાવે તો ઘણા લોકોના કમોતે મોત થાય છે તે અટકી શકે એમ છે ત્યારે આ તબક્કે પોલીસે પણ પોતાની કામગીરી પ્રામાણિકતાથી કરવી જોઈએ તેઓ મત જીગ્નેશ મેવાણીએ વ્યક્ત કર્યો હતો.