Video: બાપ પોલીસવાળો હોય તેવા ઘમંડમાં નબીરાઓ અકસ્માત સર્જી રહ્યા છે: જીગ્નેશ મેવાણી
બનાસકાંઠા જિલ્લાના માલણ અને ભાવનગરમાં પોલીસના દિકરાઓએ નશાની હાલતમાં કરેલા અકસ્માતની ઘટનાને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે સરકારને પોલીસના આ નબીરાઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ છે.
આ ઘટના મામલે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓના ચિરંજીવી અને નબીરા પુત્રોનો સત્તાનો નશો ઉતારવો જોઈએ. તેઓએ બાપ પોલીસવાળો હોય એના ઘમંડમાં અકસ્માત સર્જી નિર્દોષ નાગરિકો ના જીવ લીધા છે. આ અંગે ગૃહમંત્રી યોગ્ય તપાસ કરે અને પોલીસ પુત્રો સામે કાયદેસરની કાર્યવાહી કરે. આરોપી પોલીસ પુત્ર હોય તો પોલીસે તેને બચાવવાને બદલે કડક સજા અપાવવી જોઈએ. ગુજરાતમાં પૈસાદાર બાપના નબીરાઓ મોંઘીદાટ ગાડીઓથી અકસ્માત સર્જતા હોય છે. માલણ અને ભાવનગરમાં પોલીસ પ્લેટવાલી ગાડીની અકસ્માતની ઘટનાઓ આંખે વળગે એવી છે. મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે પીડિત પરિવારને પ્રત્યે મારી સંવેદના છે અને તેમને ન્યાય મળે તેવી માંગણી કરું છું.

