Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Idreo Garh was enveloped in clouds, the natural beauty of Sabarkantha blossomed with torrential rains.

VIDEO: ઈડરિયો ગઢ વાદળોની ચાદરમાં લપેટાયો, ધોધમાર વરસાદથી સાબરકાંઠાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું,

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાના ઈડર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં થયેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર પંથકનું વાતાવરણ અત્યંત આહ્લાદક અને રમણીય બની ગયું છે. ચોમાસાની ઋતુમાં ઈડરના ડુંગરો પર કુદરતે મુક્ત હસ્તે સૌંદર્ય વેર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

App Store

સતત વરસી રહેલા વરસાદી છાંટા, ઠંડા પવનની લહેરો અને ધુમ્મસની ઘાટી ચાદરમાં લપેટાયેલો ઈડરનો ઐતિહાસિક 'ઈડરિયો ગઢ' હાલ પર્યટકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. ઉંચા પહાડો પર વાદળોની સંતાકૂકડી અને પહાડો પરથી વહેતા કાળા-ધોળા વાદળોના નયનરમ્ય દ્રશ્યોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

ગઢ પર પ્રવાસીઓની ભારે ભીડ

આ પ્રાકૃતિક અને મનોહર દ્રશ્યોને કેમેરામાં કેદ કરવા માટે અને કુદરતના ખોળે ક્ષણો વિતાવવા માટે સ્થાનિક લોકો ઉપરાંત સમગ્ર ગુજરાત તેમજ પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઈડરિયા ગઢની મુલાકાતે આવી રહ્યા છે. રજાના દિવસોમાં ડુંગરો અને ઐતિહાસિક વારસો ધરાવતી આ જગ્યા પર પર્યટકોનો ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યો છે.

સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓના જણાવ્યા મુજબ, વરસાદ બાદ અહીંનું વાતાવરણ કોઈ હિલ સ્ટેશનથી કમ નથી લાગતું. પહાડી પંથકમાં ચારેય તરફ પથરાયેલી હરિયાળી અને શાંતિ અનુભવવા માટે લોકો પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.