VIDEO: ધુમ્મસની ચાદરમાં લપેટાયો ઈડરિયો ગઢ: ધોધમાર વરસાદથી વાતાવરણ બન્યું આહ્લાદક!
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના ઈડર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી પડતાં સમગ્ર વાતાવરણ આહ્લાદક બની ગયું છે. વરસાદી પવન અને ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો ઈડરનો ઐતિહાસિક ગઢ અને ડુંગરો પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વાદળો અને પહાડો વચ્ચે રમાતી સંતાકૂકડીના આ નયનરમ્ય અને મનોહર દ્રશ્યો કેમેરામાં કેદ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ચોમાસાની ઋતુમાં ખીલી ઉઠેલી આ પ્રાકૃતિક સુંદરતાનો આનંદ માણવા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો ઈડરિયા ગઢની મુલાકાતે પહોંચી રહ્યા છે.

