Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Himmatnagar: Minister seen running away from media, did not respond to student's death in Girasasan

હિંમતનગર: મીડિયાથી ભાગતા જોવા મળ્યા મંત્રી, ગીરસાસણમાં વિદ્યાર્થીના મોત મામલે જવાબ ના આપ્યો

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના વિદ્યાર્થીનું ગીરસાસણમાં મોત થયું હતુ. આ મામલે મંત્રી જવાબ આપ્યા વિના જ ભાગતા જોવા મળ્યા હતા. પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીને રાજકોટના બાળકના મોત મામલે સવાલ પૂછ્યો, તો મંત્રી ભાગ્યા અને તેમણે જવાબ આપ્યો નહીં.

App Store

સાબરકાંઠા જિલ્લામાં નારી સશક્ત મેળાની શરૂઆત નિમિતે પ્રદ્યુમન વાજા અહીં પહોંચ્યા હતા. નોંધનીય છે કે, હિંમતનગર સહકારી જીન પાસે સ્વદેશી અભિયાન હેઠળ ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીના હસ્તે આ મેળાનો પ્રારંભ થયો હતો. તેમણે મેળા વિશે તો વાત કરી પણ અન્ય જવાબ આપ્યા નહીં. 

રાજકોટની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું મોત ગીરસાસણમાં થયું હતુ. તેથી મેળા દરમિયાન જ્યારે આ બાળકના મોત અંગે સવાલ કરાયો ત્યારે ભાજપના નેતાને બચાવવા મંત્રી મીડિયાથી ભાગતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ગીરસાસણના ખાનગી રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં આ વિધાર્થીનું મોત થયું છે. હિંમતનગરમાં મીડિયાએ આ મુદ્દે મંત્રીને સવાલ કર્યા તો તેઓ ઉભા દોટે ભાગ્યા હતા.