VIDEO: ઉપરવાસમાં ભારે વરસાદથી ખેડબ્રહ્માની હરણાવ નદીમાં નવા નીર
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે, જેનાથી ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. ખાસ કરીને રાજસ્થાનના સરહદી ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી ખેડવા ડેમમાં પાણીની આવક વધી છે, જેથી ડેમમાંથી ૧૬૦ ક્યુસેક પાણી હરણાવ નદીમાં છોડવામાં આવ્યું છે. આ પાણી છોડાવાથી હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેનાથી ધરોઈ ડેમને પણ મોટો ફાયદો થશે. નદી કાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, પરંતુ જિલ્લામાં હજુ પણ સંતોષકારક વરસાદની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે.

