Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Gauge conversion of Himmatnagar-Khedbrahma broad gauge line completed

VIDEO: હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઈનનું ગેજ કન્વર્ઝન પૂર્ણ, ઇલેક્ટ્રિક બ્રોડગેજ લાઈનથી મુસાફરીનો સમય બચશે

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતના હિંમતનગર માંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં  હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઈનનું ગેજ કન્વર્ઝન પૂર્ણ થયું છે અને તેનું નિરીક્ષણ કમિશનર ઑફ રેલવે સેફ્ટી ઈ. શ્રીનિવાસ અને વરિષ્ઠ રેલવે અધિકારીઓની ટીમે ઈડર ખાતે કર્યું. નિરીક્ષણ દરમિયાન રેલવે સ્ટેશનની સુવિધાઓ, ટ્રેક જ્યોમેટ્રી, વળાંકો, પુલો અને RUBની વિગતવાર તપાસ કરવામાં આવી.

App Store

ઇલેક્ટ્રિક બ્રોડગેજ લાઈનથી મુસાફરીનો સમય બચશે 

આ નવી ઇલેક્ટ્રિક બ્રોડગેજ લાઈનથી મુસાફરીનો સમય બચશે અને ટ્રેનો વધુ ઝડપથી દોડશે, જેનાથી કૃષિ અને ઔદ્યોગિક માલવહનમાં ઝડપી સેવા મળશે સ્થાનિક આગેવાનોએ ખેડબ્રહ્માથી મુંબઈ-પુણે ટ્રેન શરૂ કરવાની અને શાકભાજી તેમજ અનાજના પરિવહન માટે માલગાડીની માંગણી કરી.

સ્થાનિક આગેવાનો અને રેલવે અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું

નિરીક્ષણ દરમિયાન સ્થાનિક આગેવાનો અને રેલવે અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું. આ બ્રોડગેજ લાઈન સાબરકાંઠાના વિકાસને નવી ગતિ આપશે અને પ્રદેશના લોકો માટે સુગમ અને આધુનિક રેલવે સેવાઓનો લાભ આપશે.

ટોપિક્સ:railwaygstvgujarathimatnagar