VIDEO: હિંમતનગરમાં સાબરમતીનો જર્જરિત પુલ જોખમી
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઇવે પર સાબરમતી નદી પર આવેલો ઐતિહાસિક પુલ અત્યંત જર્જરિત અને જોખમી બન્યો છે. ગત વર્ષે સુરક્ષાને ધ્યાને રાખી તંત્રએ વાહન વ્યવહાર બંધ કર્યો હતો, પરંતુ ચોમાસું પૂરું થતાં જ નાના વાહનો માટે પુલ ફરી ખોલી દેવાયો છે. હાલ પુલનો મુખ્ય સ્લેબ અને પ્રોટેક્શન વોલ ધોવાઈ જતાં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે. માત્ર ભારે વાહનો બંધ કરી તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પોતાના જીવના જોખમે અવર-જવર કરવા મજબૂર બન્યા છે, અને અધિકારીઓ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યા હોય તેવી પ્રતીતિ થાય છે.

