VIDEO: હિંમતનગરના ઝરણેશ્વર મહાદેવ મંદિરે અંતિમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
સોર્સ : gstv
શ્રાવણ માસના અંતિમ સોમવારે હિંમતનગરના પવિત્ર ઝરણેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. શ્રાવણના છેલ્લા સોમવારનું વિશેષ મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરે પહોંચીને ભગવાન શિવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. ભક્તોએ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજવી મૂક્યું હતું. ભાવિકોએ દેવાધિદેવ મહાદેવને દૂધ, જળ અને બિલિપત્ર અર્પણ કરી અભિષેક કર્યો હતો. અંતિમ સોમવાર નિમિત્તે ઝરણેશ્વર મહાદેવના શિવલિંગનો મનમોહક શણગાર કરવામાં આવ્યો હતો. શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં દર્શન અને વ્યવસ્થાને લઈને યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

