VIDEO: સાબરકાંઠા IIFL બેંક મેનેજર હત્યા કેસમાં મોટો વળાંક, આરોપીનો મૃતદેહ મળ્યો
સોર્સ : gstv
સાબરકાંઠાના IIFL બેંક મેનેજર ભરત ચૌધરી હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. હત્યા કેસમાં ફરાર આરોપી યોગેશ ગોકાળજી ઠાકોરનો મૃતદેહ કડી નજીકની કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી છે. પ્રાંતિજ નજીક કારમાંથી IIFL બેંક મેનેજર ભરત ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે ચાર લાખ પચાસ હજાર રૂપિયાની લોન ન ભરવા મામલે મેનેજરની હત્યા કરાઈ હતી. પોલીસે આ કેસમાં આરોપી ભાવના ઉર્ફે ભાવુ રોહિતજી ઠાકોરને ઝડપી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, યોગેશ ઠાકોરે પ્રેમિકા ભાવના ઠાકોર સાથે મળીને હત્યા કરી હોવાની માહિતી સામે આવી હતી. હવે યોગેશનો મૃતદેહ મળતા તેની હત્યા થઈ કે તેણે આત્મહત્યા કરી તે અંગે સવાલો ઉભા થયા છે. સાબરકાંઠા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

