VIDEO: હિંમતનગરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ આક્રમક, ભાજપ પર કર્યા આકરા પ્રહાર
સોર્સ : GSTV
સાબરકાંઠાના હિંમતનગરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. વર્ષોથી ભાજપના એકહથ્થુ શાસન સામે આ વખતે કોંગ્રેસે આક્રમક રણનીતિ અપનાવી છે. કોંગ્રેસે પોતાનો સત્તાવાર મેનિફેસ્ટો જાહેર કરી, જો તેઓ સત્તામાં આવશે તો કેવા કામો કરશે તેની પત્રિકાઓ ઘરે-ઘરે પહોંચાડવાનું શરૂ કર્યું છે.
કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, "ભાજપ પાસે શહેર માટે કોઈ વિઝન નથી, માત્ર કામ ન કરવાના રીઝન છે." બીજી તરફ, ભાજપે હજુ સુધી કોઈ ઢંઢેરો જાહેર કર્યો નથી, પરંતુ નવા ચહેરાઓ સાથે પ્રચાર પુરજોશમાં શરૂ કર્યો છે. પાંચ વર્ષથી પડતર સમસ્યાઓને લઈ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

