Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : BJP-inspired development panel wins resounding victory in the election of directors of Idar Nagarik Cooperative Bank

VIDEO: ઈડર નાગરિક સહકારી બેંકની ડિરેક્ટરોની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વિકાસ પેનલનો ભવ્ય વિજય

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાના ઈડરમાં નાગરિક સહકારી બેંકની ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો હતો. બેંકના 13 ડિરેક્ટર પદ માટે કુલ 20 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. વિકાસ પેનલ અને સમરસ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. અંતે ભાજપ દ્વારા બનાવાયેલી વિકાસ પેનલના તમામ 13 ઉમેદવારોનો વિજય થયો હતો. પરિણામ જાહેર થતાં વિકાસ પેનલના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. બેંકના 16 હજારથી વધુ સભાસદોમાંથી 6 હજાર 500થી વધુ સભાસદોએ મતદાન કર્યું હતું. આમ, આશરે 40 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. મતગણતરી સ્થળની બહાર સમર્થકોએ ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. વિકાસ પેનલના વિજયથી હોદ્દેદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

App Store