Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Big disclosure in Prantij Bank Manager murder case, murder committed for loan

VIDEO: પ્રાંતિજ બેંક મેનેજર હત્યા કેસમાં મોટો ખુલાસો, લોન ખાતર કરાઈ હત્યા

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાના પ્રાંતિજના વડવાસા નજીક IIFL બેંકના મેનેજર ભરત ચૌધરીની હત્યા કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો કર્યો છે. ચાર લાખ પચાસ હજાર રૂપિયાની લોન ન ભરવી પડે તે માટે એક મહિલા અને તેના પ્રેમીએ મળીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મેનેજરની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓ મૃતદેહને કારમાં મૂકીને નિકાલ કરવા જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં કાર ખાડામાં ફસાઈ જતાં તેઓ કાર અને મૃતદેહને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. હિંમતનગરના ડીવાયએસપી એ.કે.પટેલના જણાવ્યા અનુસાર, પોલીસે આ કેસમાં મહિલા આરોપીની અટકાયત કરી લીધી છે અને તેના ફરાર પ્રેમીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રેમી અને પ્રેમિકાએ આ ઘાતકી કાવતરું કેવી રીતે રચ્યું તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે..

App Store