VIDEO: હિંમતનગરમાં આવેલું ૫૦૦ વર્ષ પ્રાચીન ભોલેશ્વર મહાદેવ મંદિર
સોર્સ : gstv
હિંમતનગરમાં હાથમતી નદીના કિનારે આવેલું ૫૦૦ વર્ષ જૂનું સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિર કરોડો શ્રદ્ધાળુઓ માટે અતુટ આસ્થાનું કેન્દ્ર છે. લોકવાયકા મુજબ, અહીં ગાય આપોઆપ શિવલિંગ પર દૂધનો અભિષેક કરતી હતી, જેના પછી મંદિરનો પ્રારંભ થયો. જામનગરના રાજા જામ સાહેબે યુદ્ધમાં વિજય મેળવવાની માનતા પૂર્ણ થતાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સરકાર તરફથી મળેલા રૂ.૧ કરોડના અનુદાનથી મંદિરનો વિકાસ કરાયો છે, જ્યાં વર્ષભર અને શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.

