VIDEO: ખેડબ્રહ્મામાં ગણેશ વિસર્જન દરમિયાન હરણાવ નદીમાં ડૂબવાથી ૧૮ વર્ષીય યુવકનું કરૂણ મોત
સોર્સ : gstv
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ગણેશ વિસર્જન દરમિયાન હરણાવ નદીમાં ડૂબવાથી ૧૮ વર્ષીય યુવકનું કરૂણ મોત થયું છે.... 18 વર્ષનો યુવાન વિપિન બારોટ નદીના પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને ૧૧૨ ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ભારે જહમત બાદ યુવકને નદીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ ચકાસણી કરીને તેને મૃત જાહેર કર્યો હતો. અને મૃતક યુવકના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

