VIDEO: ૧૬મા નાણાં પંચની ગાઇડલાઇન, જેમ પોર્ટલ સામે સરપંચોમાં રોષ: DDOને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી
સોર્સ : gstv
૧૬મા નાણાં પંચની નવી ગાઇડલાઇન અને GeM પોર્ટલની ખરીદીમાં રહેલી વિસંગતતાઓને લઈને સરપંચોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ૬ લાખથી વધુના કામો ટેન્ડરિંગ દ્વારા બહારના કોન્ટ્રેક્ટરોને અપાતા ગામડાઓનો વિકાસ રુંધાતો હોવાનો આક્ષેપ કરાયો છે. ઉપરાંત GeM પોર્ટલ પર બજાર કરતાં અનેકગણા મોંઘા ભાવે વસ્તુઓ ખરીદવી પડતી હોવાથી તેને ઉઘાડી લૂંટ ગણાવી છે. આ મામલે સરપંચ પ્રતિનિધિમંડળે DDOને આવેદનપત્ર આપીને જો માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધીનગર કક્ષાએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

