VIDEO: વીરપુર સિવિલ હોસ્પિટલમાં અનિયમિત સ્ટાફને લઈ જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષની સરપ્રાઈઝ વિઝિટ
રાજકોટના વીરપુરની સિવિલ હોસ્પિટલની કથળતી સ્થિતિ અને દર્દીઓની હાલાકીની ફરિયાદો વચ્ચે જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષે હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી..તેમજ હોસ્પિટલની બેદરકારી અને સ્ટાફની ગેરહાજરી મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય ક્રોય છે.. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ નિયમિત હાજર રહેતા નથી, જેના કારણે તાત્કાલિક સારવાર અર્થે આવતા દર્દીઓને ભારે મુશ્કેલી પડે છે. અગાઉ પણ મુલાકાત લઈ ચૂકેલા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષે આ વખતે પણ વ્યવસ્થામાં ગંભીર ખામીઓ અને ઉણપો હોવાનું સ્વીકાર્યું હતું. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને જ્યાં સુધી વ્યવસ્થા સુધરે નહીં ત્યાં સુધી સતત ફોલોઅપ લેવાની જનતાને ખાતરી આપી છે, જેથી દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે અને આરોગ્ય તંત્રની બેદરકારી દૂર થઈ શકે.

