Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : A jet tower collapsed due to heavy rain in Mahisagar's Veerpur

VIDEO: મહીસાગરના વીરપુરમાં ભારે વરસાદથી જેટકોનો ટાવર ધરાશાઈ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે વીરપુર તાલુકાના સાલૈયા ગામ નજીક ખેતરમાં હાઈ ટેન્શન 66 કેવી લાઈન ધરાવતો જેટકોનો ટાવર જમીનદોસ્ત થયો હતો. રાત્રિના સમયે આ ઘટના બનવાને કારણે આસપાસ કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ જેટકો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વીજ લાઈનનો પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં વિભાગીય ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે ટાવર અને લાઈનની રિપેરીંગ તેમજ પુનઃસ્થાપનની કામગીરી સઘન રીતે શરૂ કરી દેવામાં આવી છે.

App Store