VIDEO: યુવાન પ્રેમીએ પરિણીત પ્રેમિકાની હત્યા કરી
સોર્સ : gstv
રાજકોટમાં પ્રેમસંબંધનો કરુણ અંત આવ્યો છે. પોતાનાથી નાની ઉંમરના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ એક પરિણીત મહિલાને જીવલેણ સાબિત થઈ છે. પોલીસ તપાસ મુજબ 25 વર્ષીય પ્રકાશ સોલંકીએ 45 વર્ષીય મંજુની ચાલુ ટ્રેનમાં ભટકાડી હત્યા કરી હોવાની કબૂલાત આપી છે. ગુંદાળા ફાટક નજીક રેલવે ટ્રેક પાસેથી મહિલાની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકની દીકરીએ શરૂઆતથી જ પ્રકાશ સોલંકી પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક આરોપી પર લગ્ન માટે સતત દબાણ કરતી હતી, જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મૃતકને બે દીકરી અને બે દીકરા હોવાનું પણ બહાર આવ્યું છે.

