VIDEO: ધોરાજીના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરના મહંતોની કથિત દાદાગીરી સામે ગ્રામજનોએ આક્રમક મોરચો માંડ્યો
સોર્સ : gstv
રાજકોટના ધોરાજીના સુપેડી ગામે મુરલી મનોહર મંદિરના મહંતોની કથિત દાદાગીરી સામે ગ્રામજનોએ આક્રમક મોરચો માંડ્યો છે. મહંતો દ્વારા ગ્રામજનો સાથે ગેરવર્તન અને મંદિરને 'પોતાની પેઢી' ગણાવી અપમાનિત કરાતા સમગ્ર ગામ સજ્જડ બંધ રહ્યું છે. રોષે ભરાયેલા લોકોએ અચોક્કસ મુદત માટે ધંધા-રોજગાર બંધ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી મંદિર સરકાર હસ્તક ન લેવાય અને વિવાદિત મહંતોને દૂર ન કરાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

